SSC અને HSCની પરીક્ષાના ફોર્મ ભરાય તે પહેલાં વિદ્યાર્થીઓના નામ, અટક કે જાતિમાં રહેલી ભૂલોના નિવારણ અર્થે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી દ્વારા ‘કચેરી આપના દ્વારે’ કાર્યક્રમ અંતર્ગત ખાસ સુધારણા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
વાલીઓને નામ-અટક-જાતિ સુધારવા DEO કચેરીના ધક્કા ખાવા નહીં પડે
કચેરી આપના દ્વારે કાર્યક્રમ હેઠળ 13 ઓગસ્ટ સુધી સુધારણા કેમ્પ, જાણો કઈ તારીખે કયા વિસ્તારમાં કેમ્પ
મદદનીશ શિક્ષણ નિરીક્ષકો અને IEDSS વિશિષ્ટ શિક્ષકોની ટીમો તૈનાત
કઈ તારીખે ક્યાં કેમ્પ
11 ઓગસ્ટ: સ્મૃતિ વિદ્યાવિહાર, ચાણક્યપુરી – સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી
12 ઓગસ્ટ: ગાયત્રી વિદ્યાલય, ગાયત્રી મંદિર પાસે, બળોલનગર – સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી
13 ઓગસ્ટ: સર્વજ્ઞાનિક વિદ્યાલય (સરખેજ કેળવણી મંડળ), અમદાવાદ – સવારે 10:30થી બપોરે 2 વાગ્યા સુધી
#ssc #hsc #ahmedabaddeo #deo