રાપર તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.રાય તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચિત્રોડ ના મેડિકલ ઓફીસર ડો.પોલ ના માર્ગદર્શન હેઠળ સબ સેન્ટર ચિત્રોડ 2 ની માધ્યમિક શાળા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત "એડોલેશન્ટ હેલ્થ ઍન્ડ વેલનેશ ડે" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા, કિશોરીઓના વજન, ઊંચાઈ, BMI અને HB કરવામાં આવ્યા હતા.