દિલ્હીમાં આયોજિત આંતરરાષ્ટ્રીય AI સમિટમાં વિઘ્ન નાખવાના આક્ષેપ સાથે ભુજના જ્યુબિલી સર્કલ ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કર્યું હતું. ભાજપના નેતાઓએ આ ઘટનાને દેશની વૈશ્વિક છબી બગાડવાનો પ્રયાસ ગણાવી કડક નિંદા કરી હતી.