ફતેવાડી વિસ્તારમાંથી વેજલપુર પોલીસે સરફરાજ શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપી વિદેશી નાગરિકોને લોનની લાલચ આપી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવતો હતો. આ આંતરરાષ્ટ્રીય છેતરપિંડી અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.