ઘોઘંબા: રાજગઢ રોડ પર આવેલ હોટેલમાં CCTV ન લગાવતા સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
ઘોઘંબા તાલુકાના રાજગઢ રોડ પર આવેલી 'તવક્કલતવા હોટેલ' ના સંચાલક નૌશાદ કૈસર આલમ સામે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ રાજગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. મૂળ બિહારના અરરિયા જિલ્લાના વતની અને હાલ રાજગઢ ખાતે રહેતા ૨૫ વર્ષીય હોટેલ સંચાલકે પોતાની હોટેલમાં સીસીટીવી કેમેરા ન લગાવીને જાહેરનામાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. હોટેલોમાં સીસીટીવી લગાવવા ફરજિયાત હોવા છતાં તેનું પાલન ન કરાતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ