ગાંધીધામ: પૂર્વ કચ્છ પોલીસ તંત્રમાં ફેરફાર; SPએ PI અને PSI બદલ્યા,અન્ય જિલ્લામાંથી આવેલા અધિકારીઓને અપાઈ નિમણૂક
પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે વહીવટી સરળતા માટે પોલીસ બેડામાં મોટા પાયે આંતરિક બદલી અને નિમણૂકના હુકમો કર્યા છે. મોરબીથી બદલી પામેલા એચ.એ. જાડેજાને અંજાર, સુરત ગ્રામ્યના એમ.જે. રાઠોડને ગાંધીધામ એ-ડિવિઝન, ભરૂચના આર.એલ. ખટાણાને રાપર, રાજકોટના એમ.જે. હુણને ગાગોદર અને વડોદરા રેલવેના એમ.બી. વસાવાને કંડલા મરીનમાં નિમણૂક આપી છે. મહિલા પીઆઈ એન.બી. ડોડીયાને દુધઈ, એ.જે. પરમારને ખડીર, એ.એ. જાડેજાને એલઆઈબી અને આર.એચ. ઝાલાને દુધઈ મોકલાયા છે.