ગાંધીધામ: મહાનગરપાલિકાએ ગાંધી માર્કેટને ખાલી કરવા નોટિસ ફટકારી
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની જાણીતી ગાંધી માર્કેટ બિલ્ડિંગને અત્યંત ભયજનક અને જર્જરિત જાહેર કરવામાં આવી છે.મનપા દ્વારા GPMC એક્ટ 1949ની કલમ-268 મુજબ નોટિસ જારી કરી તમામ વેપારીઓને 10 દિવસમાં પોતાના કબજા ભોગવટાની મિલકત ખાલી કરવા લેખિત જાણ કરવામાં આવી છે. તંત્રના મતે બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે તેમ હોવાથી જાનહાનિ ટાળવા તેને દૂર કરવી અનિવાર્ય છે