સુરત શહેર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીઓના જળસ્તર વધતા સણીયા હેમાદ, પરવત ગામ સહિતના વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મહાનગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ જરૂરી મદદ માટે સૂચનાઓ આપી છે. સુરત મહાનગરપાલિકા, કલેક્ટર કચેરી અને પોલીસની ટીમો પરિસ્થિતિને પહોંચી વળવા સતત કામગીરી કરી રહી છે. તંત્રએ સુરતવાસીઓને બિનજરૂરી બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે.
#HumDekhengeNews #SuratRain #FloodAlert #SuratMunicipal #GujaratRain #RainUpdate #Monsoon2026