લીમખેડાના ટીંબા ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ટીંબા ગામ ખાતે ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને આરોગ્ય સેવાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે હેતુસર ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગો દ્વારા અલગ-અલગ સ્ટોલ ઉભા કરી નાગરિકોને જરૂરી સેવાઓ અને યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને વિવિધ સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરવર બારીયાએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ વિવિધ સ્ટોલની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. સી.એમ. મછાર, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતના સભ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચાર�