શિનોર: બાણજ ગામ નજીકથી મળી આવેલ ત્યજી દેવાયેલ બાળકને સારવાર માટે મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરાયો.
Sinor, Vadodara | Jul 31, 2024 માતા ને કલંક લગાવતો એક કિસ્સો બાણજ ગામે બુધવાર ના દિવસે સવાર ના 11 કલાકે સામે આવ્યો હતો.જેમાં કોઈ નિષ્ઠુર માતાએ તાજા જન્મેલા બાળકને બાણજ થી ટીમ્બરવા જવાના કેનાલ રોડની બાજુની જગ્યામાંથી ત્યજી દેવાયેલું તાજુ જન્મેલું બાળક મળી આવ્યું છે.જેને શિનોર તાલુકાના મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે અંગેની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે.