માંડવી: આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને LCB એ ઝડપી પાડ્યો
Mandvi, Kutch | May 4, 2026 માંડવી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજે આધાર પુરાવા વગરના કોપરના વાયરો સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ અસલમ હુશેન કુંભાર (ઉ.વ. ૩૭, રહે. ગુંદિયારી ) પાસેથી આશરે ૬૫ કિલો કોપર સામાન અને ટાટા કંપનીનો છોટા હાથી વાહન સહિત કુલ રૂ. ૨.૩૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.