ઘોઘંબા: ઘોઘંબા તાલુકામાં ‘જલ જીવન મિશન’ યોજનામાં કૌભાંડના આક્ષેપ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
પંચમહાલના આદિવાસી વિસ્તાર ઘોઘંબા તાલુકામાં નળ સે જળ યોજનામાં મોટા કૌભાંડના આક્ષેપ સાથે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. સરકારી પોર્ટલ પર તાલુકાના અનેક ગામોમાં કામગીરી ૧૦૦% પૂર્ણ દર્શાવાઈ છે, પરંતુ વાસ્તવિકતામાં ઘણા ગામોમાં નળ કનેક્શન જ નથી અને જ્યાં છે ત્યાં પાણી આવતું નથી.ગ્રામજનોએ ખીલોડી, બારીઆ ફળી, ઓટાલા સહિતના ગામોમાં ઓનલાઇન રિપોર્ટના બદલે રૂબરૂ ભૌતિક તપાસ કરવાની માંગ કરી છે. જિલ્લા બહારની નિષ્પક્ષ ટીમ દ્વારા ટેન