ઘોઘંબા: પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને અનુલક્ષીને ઘોઘંબા ખાતે મહત્વપૂર્ણ આયોજન બેઠક યોજાઈ.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આયોજન બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા પ્રભારી હર્ષદભાઈ વસાવા સહિત અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ચૂંટણી તૈયારીઓ, કાર્યક્રમ આયોજન અને સંગઠન મજબૂત બનાવવા મુદ્દે ચર્ચા થઈ. કાલોલના ધારાસભ્ય અને અનેક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. નાયબ મુખ્યમંત્રીના આવનારા કાર્યક્રમ માટે વ્યૂહરચના ઘડાઈ અને કાર્યકર્તાઓને સક્રિય ભૂમિકા માટે માર્ગદર્શન અપાયું.