ધાનેરા શહેરમાં આવેલી ડી.બી.પારેખ હાઇસ્કુલમાં આજે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.
શિક્ષણનું પ્રમાણ વધે અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં શાળા છોડવાનો રેશિયો ઘટે અને વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે નવા અભ્યાસ સત્ર દરમિયાન આ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવતી હોય છે.
જેમાં આજે ધાનેરાની ડી.બી.પારેખ હાઈસ્કૂલમાં યોજાયેલ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગાંધીનગરથી સચિવ આનંદ બીહોલા ઉપસ્થિત રહ્યા હતા.તેમની સાથે ધાનેરા ભાજપ આગેવાન ભગવાનભાઈ પટેલ, ધાનેરા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર તેમજ શાળાના ટ્રસ્ટીઓ અને આચાર્ય ,શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.અને વસ્તી ગણતરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શોક્ષકોને પણ પ્�