કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે ધાનેરા તાલુકા પંચાયત ખાતે રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી શિક્ષણ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યુ હતું.આજથી ત્રણ દિવસ સુધી તાલુકાની વિવિધ શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમો થકી બાળકોને શાળામાં પ્રવેશ અપાવવામાં આવશે જેમાં આજે વાલેર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ પિયુશકુમાર રાજવંશી , પૂર્વ ધારાસભ્યો મફતભાઈ પુરોહિત ,નથાભાઈ પટેલ સહિતના આગેવાનોના હસ્તે પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
.
.
#kanyakelavani #shalapraveshotsav #localnews #dhanera #banaskantha