મુન્દ્રા: મુંદરા પંથકમાં બેફામ પવનચક્કીઓ સામે અહિંસાધામ લાલઘૂમ: પર્યાવરણ અને પશુ-પક્ષીઓના અસ્તિત્વની રક્ષા માટે એકજૂટ લડતનું આહવાન
Mundra, Kutch | Sep 9, 2026 કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં બેફામ રીતે સ્થપાતી પવનચક્કીઓના કારણે પર્યાવરણ, પશુ-પક્ષીઓ અને ખેતીની જમીન પર સર્જાયેલા ગંભીર સંકટને લઈને પ્રાગપર ખાતે આવેલી સંસ્થા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ દ્વારા ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સંસ્થા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના સંચાલકોએ કચ્છની જનતાને જાગૃત થઈ પશુ-પક્ષીઓ અને પ્રકૃતિના બચાવ માટે એકજૂટ લડત ઉપાડવા હાકલ કરી છે.