લખપત: લખપતના પાનધ્રો-ફુલરા વચ્ચે બે દીપડાની એન્ટ્રીથી ભયનો માહોલ
Lakhpat, Kutch | May 10, 2026 કચ્છના લખપત તાલુકાના પાનધ્રો અને ફુલરા ગામ વચ્ચે આવેલા વિસ્તારમાં એક સાથે બે દીપડા દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દીપડાઓ રાત્રિના સમયે આશ્વપાલકના વાડામાં ઘૂસી આવ્યા હતા અને ત્યાં બાંધેલા ઘોડા પર હુમલો કર્યો હતો. હુમલામાં ઘોડો ઇજાગ્રસ્ત બન્યો હોવાનું જાણવા મળ્યું છે. દીપડાઓની હલચલ બાદ આસપાસના ગામોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ પણ દોડી આવી હતી અને દીપડાની અવરજવર અંગે તપાસ હાથ ધરી છે.