પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અમદાવાદમાં ભક્તિનો માહોલ જામ્યો છે. છેલ્લા ૧૨ વર્ષથી યોજાતી ભવ્ય કાવડ યાત્રામાં આ વર્ષે ૫૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ કાવડમાં ગંગાજળ લઈ જોડાયા છે. નાગરવેલ હનુમાનથી નીકળેલી આ ૫૫ કિમીની પદયાત્રા ગાંધીનગર અમરનાથ ધામ પહોંચશે, જ્યાં બરફના શિવલિંગ અને ૧૨ જ્યોતિર્લિંગ પર મહાઅભિષેક કરવામાં આવશે.