સુરતના પાંડેસરા વિસ્તારમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતાં વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.
#Surat #Pandesara #MatrushaktiYojana #Anganwadi #GujaratNews #HealthNews #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Aug 3, 2026