Public App Logo
🚔 લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી 👏 સુરતના લિંબાયત વિસ્તારના સીદવોટર સર્કલ, મોડલ ટાઉન પાસે ભારે વરસાદના કારણે રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશનના PSI ચરણ અને તેમની ટીમ સ્થળ પર સતત હાજર રહી વાહનો પાણીમાં અટવાઈ ન જાય તેમજ લોકો સુરક્ષિત રીતે પસાર થઈ શકે તે માટે પ્રશંસનીય કામગીરી કરી. જનતાની સુરક્ષા અને સેવા માટે હંમેશા ખડેપગે રહેનારી લિંબાયત પોલીસની આ કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે. 👮‍♂️💙 #Surat #LimbayatPolice #SuratPolice #RainUpdate #PublicService HeavyRain Gujarat - Udhna News