માંડવી: માંડવીના ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવ યોજાયો
Mandvi, Kutch | May 18, 2026 અધિક માસના પ્રથમ સોમવારે માંડવીના ઐતિહાસિક નાગનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. આ દીપોત્સવના યજમાન પદે જગદીશ ખરાશંકર ઓઝા પરિવાર રહ્યો હતો. મંદિર ખાતે વિશેષ પૂજા-અર્ચના અને મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આરતી કાર્યક્રમને સફળ બનાવવા વિજયગીરી ગોસ્વામીએ સહયોગ આપ્યો હતો. મંદિર પરિસરમાં દીવડાઓની આકર્ષક સજાવટથી ભક્તિમય માહોલ સર્જાયો