માંડવી: દેઢીયા ખાતે સમેતશિખરાવતાર શ્રી ગુણપાર્શ્વનાથ જૈન તીર્થની 23મી વર્ષગાંઠ ભક્તિભાવ સાથે ઉજવાઈ*
Mandvi, Kutch | May 9, 2026 દેઢીયા ગામે આવેલ સમેતશિખરાવતાર શ્રી ગુણપાર્શ્વનાથ જૈન તીર્થ ખાતે 23મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય અને ભાવભીનાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ધાર્મિક ઊર્જાથી ઓતપ્રોત રહ્યો હતો.વર્ષગાંઠ પ્રસંગે સવારે ધ્વજારોહણ વિધિ સાથે કાર્યક્રમોની શુભ શરૂઆત થઈ હતી. દિવસભર વિધિવિધાન સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા-અર્ચના અને ભક્તિ પ્રવૃત્તિઓ યોજાઈ હતી,