લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સામખીયારી હાઈવે હોટલ પર દારૂનું વેચાણ કરતા 2 શખ્સોને ઝડપી લીધા છે..પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે સામખીયારીથી ભચાઉ તરફ જતા હાઇવે રોડ પર આવેલ દેશી તડકા હોટલ એન્ડ ગેસ્ટ હાઉસમાં અમ્રીતપાલસીંગ તથા છોટુ કુમાર સાવ પોતાના કબ્જા ભોગવટાની હોટલમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે આધારે રેઇડ કરી દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લઈ 2 ને પકડ્યા હતા