Public App Logo
પાલેજ બ્રેકિંગ ચિકન રોલ ખાધા બાદ 14 વર્ષના કિશોરનું મોત પાલેજના એસ.કે. નગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. 8 ઓગસ્ટે પરિવારના ચાર સભ્યોએ હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ બીજા જ દિવસે ઝાડા-ઉલટીની ફરિયાદ સાથે તબિયત લથડી હતી. સારવાર દરમિયાન 14 વર્ષીય પૂર્વ કુમારની તબિયત વધુ ગંભીર બનતા તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ બાદ વડોદરાની S.S.G. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પરિવારના અન્ય ત્રણ સભ્યોની પણ તબિયત લથડી હતી. ઘટનાને પગલે પાલેજ પોલીસ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ શરૂ કરી છે. ચિકન રોલના નમૂનાઓ સહિતની તપાસ બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. - Udhna News