માંડવી: માંડવી-કોડાય હાઇવે પર ગમગીન અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત
Mandvi, Kutch | May 26, 2026 માંડવી-કોડાય હાઇવે પર આજરોજ બપોરના સમયે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર લહેરી નારાયણ મહેશ્વરી બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક અકસ્માત સર્જાયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે લહેરી નારાયણ મહેશ્વરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં કોડાય પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આસપાસના સ્થાનિક ખેડૂતો અને લોકો પણ મદદ માટે ઘટનાસ્થળે પ