વાપી GIDC ના 40 શેડ એરિયા (પ્લોટ નં. 763, 764) ખાતે આવેલી સ્કેન એન્જિનિયરિંગ નામની કંપનીમાં 18 નવેમ્બર 2026 ના રોજ થયેલી રાત્રીની ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ ઉકેલી કાઢ્યો છે. કંપનીના કટીંગ એરિયામાંથી SS ની પ્લેટના ટુકડા અને SS ના સર્કલ મળી કુલ 516 કિલોગ્રામ (કિંમત રૂ. 1,29,000) ના મત્તાની ચોરી અંગે વાપી GIDC પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. LCB ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે બાતમી મેળવીને આ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને વાપી ખાતેથી ઝડપી પાડ્યા છે.
પોલીસ પૂછપરછમાં આરોપી વિનીતે તેના વોન્ટેડ સાગરીતો સાથે મળીને ચોરી કર્યા બાદ આ મુદ્દામાલ પીન્ટુને વેચ્યો હોવાનું, પીન્ટુએ સુરેન્દ્રને અને સુરેન્દ્રએ વોન્ટેડ આરોપી ચેલારામ ઉર્ફે શૈલેશ ગેનાજી પ્રજાપતને વેચ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ પાસેથી SS ની 25 પ્લેટો અને 13 સર્કલ (વજન 322 કિગ્રા, કિંમત રૂ. 80,500), નંબર વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક (કિંમત રૂ. 50,000) અને 2 મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે આરોપીઓને વાપી GIDC પોલીસ સ્ટેશનને સુપ્રત કર્યા છે.
પકડાયેલા આરોપીઓ:
* વિનીત વિક્રમસિંગ નથનીસિંગ (ઉ.વ. 18, રહે. છીરી ચીકુવાડી, વાપી; મૂળ રહે. બક્સર, ઉત્તર પ્રદેશ)
* પીન્ટુ અમરીકા રામબલી ચૌધરી (ઉ.વ. 28, રહે. નાનાપોંઢા, વલસાડ; મૂળ રહે. સિદ્ધાર્થનગર, ઉત્તર પ્રદેશ)
* સુરેન્દ્ર રતનસિંગ બક્તાવરસિંગ (ઉ.વ. 32, રહે. છીરી ચીકુવાડી, વાપી; મૂળ રહે. રાજસમંદ, રાજસ્થાન)
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 22, 2026