આણંદ શહેર: આણંદમા કેનેડાના વર્ક વિઝા આપવાના બહાને 23 લાખ રૂપિયાની છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાઈ
આણંદ શહેરના કિશોર પ્લાઝા પાસે આવેલી ‘એસ.કે. એકેડમી’ના સંચાલકોએ વિદેશ જવા ઈચ્છુક વધુ એક યુવકને પોતાની જાળમાં ફસાવી લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાની ઘટના સામે આવી છે. કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને વાસદના એક યુવક સાથે રૂપિયા ૨૩ લાખની છેતરપિંડી આચરવામાં આવી છે, જેને પગલે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.વાસદ ગામની મોટી ખડકીમાં રહેતા ૨૯ વર્ષીય રોમીત અશોકભાઈ પરમારની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.