ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી તંત્રમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના 22 અધિકારીઓની જાહેર હિતમાં બદલી કરીને વિવિધ જિલ્લાઓમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે નવી નિમણૂક આપવામાં આવી છે. અમરેલીથી વલસાડ સહિત અનેક જિલ્લાઓમાં અધિકારીઓની જવાબદારીઓ બદલવામાં આવી છે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થઈ ફરજ સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો છે.
#gujaratgovernment #officertransfer #revenuedepartment #administration #humdekhengenews