રાત્રે હોટલમાં ધમાલ! જમવાની બાબતે તકરાર બાદ પોલીસ ફરિયાદ
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી બાવાજી કાઠીયાવાડી હોટલમાં રાત્રિના સમયે જમવાની બાબતે બે વ્યક્તિઓએ વેટરો સાથે તકરાર કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના બાર વાગ્યાના અરસામાં હોટલમાં જમવા આવેલા બે વ્યક્તિઓનો વેટરો સાથે કોઈ બાબતે બોલાચાલી બાદ વિવાદ વકર્યો હતો. આ દરમિયાન ગાળાગાળી અને ઉગ્ર બોલાચાલી થતાં હોટલના માલિકે પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો.
માહિતી મળતા ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા દેવાંગ શાહ અને કલ્પેશ પ્રજાપતિ સામે ગુનો નોંધાયો હોવાની માહિતી સામે આવી છે.
હવે અહીં સૌથી મોટો સવાલ એ છે કે...
જો ખરેખર નશાની હાલતમાં આ પ્રકારની ધમાલ થઈ હોય, તો દારૂબંધી ધરાવતા ગુજરાતમાં આ લોકોને દારૂ મળ્યો ક્યાંથી?
દારૂ વેચનાર સુધી પોલી