માંડવી: માંડવી તાલુકાના નાના રતડિયામાં દીપડો પાંજરે પુરાયો, ગ્રામજનોમાં રાહત
Mandvi, Kutch | May 3, 2026 માંડવી તાલુકાના નાના રતડિયા ગામે આવેલ શ્રી પીઠ આશાપુરા માતાજી મંદિર ખાતે મંદિરના સેવકોના સતત પ્રયાસોથી અંતે દીપડાને પાંજરે પુરવામાં સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી દીપડો વિસ્તારમાં આતંક મચાવી રહ્યો હતો અને અનેક પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દીપડો પકડાતા ગામલોકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે અને સુરક્ષાની લાગણી અનુભવી છે. ઘટનાની જાણ થતા જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી