ઉપલેટા: રાજકોટના ઉપલેટામાં બે જૂથ વચ્ચે મારામારી, 5 લોકોને ઈજા
Upleta, Rajkot | Nov 11, 2026 રાજકોટના ઉપલેટાની જૂની કટલેરી બજારમાં સમાધાન માટે ભેગા થયેલા બે જૂથો વચ્ચે ઉગ્ર બબાલ અને મારામારી થઈ છે. આ અથડામણમાં બંને પક્ષના કુલ 5 લોકોને ઈજાઓ પહોંચી છે. જૂના વિવાદનો ઉકેલ લાવવા માટે બોલાવવામાં આવેલી બેઠક દરમિયાન મામલો બિચક્યો હતો.