આણંદ શહેર: કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરી ખાતે રજાના દિવસો દરમિયાન શહેરીજનોએ 39લાખ ઉપરાંત વેરો ભર્યો
કરમસદ આણંદ મહાનગરપાલિકાની કચેરીઓ ખાતે તા.28 અને 29 માર્ચ જાહેર રજાના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 39 લાખ ઉપરાંતનો મિલકત વેરો ભર્યો છે.કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજાના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે,અને આ રીતે જાહેર રજાના દિવસોએ નગરજનોએ વેરો ભર્યો છે