ઘોઘંબા: કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ ચેતનસિંહ પરમારે સ્વામિનારાયણ મંદિર ખાતેથી પ્રતિક્રિયા આપી
પંચમહાલ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ચેતનસિંહ પરમારએ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તેઓ 100થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં સામેલ થયા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમને પક્ષમાં આવકાર્યા. પરમારે જણાવ્યું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને ગેરશિસ્તના કારણે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. કેટલાક નેતાઓના ગુજરાત વિરોધી નિવેદનોને કારણે તેઓ દુઃખી થયા હતા. તેમણે નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈ ભાજપમાં જોડાવાનો નિર્ણય લ