બાવળા: બગોદરામાં રૂ. 73 લાખની કિંમતનો વિદેશી દારૂ નો જથ્થો ભરેલી ટ્રક ઝડપાઈ
તા. 03/04/2026, શુક્રવારે સાંજે 4 વાગે બગોદરા પોલીસે બગોદરા ટોલ ટેક્ષ નજીકથી વિદેશી દારૂની બોટલ નંગ 6660 ભરેલી એક ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. બગોદરા પોલીસે રૂ. 73,26,000 ની કિંમતનો વિદેશી દારૂ, રૂ. 20 લાખની કિંમતની ટ્રક અને રૂ. 5 હજારનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂ. 93,31,000 નો મુદામાલ કબ્જે કરી પ્રોહીબીશન નો ગુનો દર્જ કરેલ છે.