ગારિયાધાર: પરવડી ગામ નજીક નવા આરસીસી રોડની કામગીરીનો પ્રારંભ, ગ્રામજનોમાં ખુશીનો માહોલ
પરવડી ગામ નજીક નવા આરસીસી રોડની કામગીરીનો પ્રારંભ, ગ્રામજનોમાં ખુશીનો માહોલ ગારીયાધાર તાલુકાના પરવડી ગામ નજીક નવા આરસીસી રોડ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લાંબા સમયથી રોડની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરાતા સ્થાનિક ગ્રામજનોમાં ખુશી જોવા મળી રહી છે. નવા આરસીસી રોડના નિર્માણથી વાહનચાલકો તેમજ આસપાસના ગામના લોકોને અવરજવરમાં મોટી રાહત મળશે. રોડની કામગીરી ગુણવત્તાયુક્ત અને સમયસર પૂર્ણ થાય તેવી સ્થાનિકોની આશા છે.