તારાપુર: ગણેશ ઉત્સવને અનુલક્ષીને તારાપુર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Tarapur, Anand | Sep 9, 2026 આગામી દિવસોમાં શરૂ થઈ રહેલા ગણેશ ચતુર્થીના પાવન પર્વની સમગ્ર તાલુકામાં શાંતિપૂર્ણ, સુરક્ષિત અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણમાં ઉજવણી થાય તે હેતુથી તારાપુર ખાતે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠક દરમિયાન ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને કોમી ભાઈચારાનું વાતાવરણ બની રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.