ભાવનગર શહેર: SOG પોલીસે કળમોદર થી કોટીયા ગામના રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો, કચેરી ખાતેથી માહિતી અપાઈ
Bhavnagar City, Bhavnagar | Oct 2, 2026
ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી જણાવ્યા અનુસાર, એસ.જી પોલીસ મથક ની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન SOG પોલીસે કળમોદર થી કોટીયા ગામના રોડ પરથી દેશી તમંચા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અને ₹5,000 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કચેરી ખાતેથી માહિતી અપાઈ હતી.