માધાપરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા ભુજ પાસેના માધાપર નવાવાસમાં ગંગેશ્વર રોડ પર જલારામ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહીમાં નારણ હાલાઈ, દિનેશ પિંડોરિયા, કિશોર ભુડિયા અને રફીક કુંભાર નામના શખ્સો પાસેથી કુલ રૂા. 15,400ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. વિગતો સાત વાગ્યે મળી હતી