વિજાપુર: વિજાપુરમાં નવ ગામ લેઉવા પાટીદાર સમાજનો 32મો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન ધારાસભ્ય સીજે ચાવડા એ હાજરી આપી
વિજાપુર તાલુકાના ભાવસોર વના ભાઈ હરિભાઈ પટેલ કોમ્યુનિટી હોલ ખાતે નવ ગામ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત 32મો સમૂહ લગ્ન અને સમાજનો સ્નેહ મિલન સમારોહ આજરોજ રવિવારે બપોરે 12 કલાકે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. કાર્યક્રમમાં સમાજની એકતા, સંસ્કાર અને સેવાભાવી ભાવનાનું સુંદર પ્રતિબિંબ જોવા મળ્યું હતું.