જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ફતેપુરના ઘૂઘસ ગામે ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર અને ગંગા સ્વરૂપા સહાય યોજના વેરિફિકેશન કેમ્પ યોજાયો
ફતેપુર તાલુકાના ઘૂઘસ ગામે મહિલાઓના સશક્તિકરણ અને સરકારી યોજનાઓના લાભને વધુ અસરકારક બનાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંગે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી પંકજભાઈ પટેલ દ્વારા મહિલાઓને ઘરેલું હિંસા સામેના કાયદાકીય રક્ષણ, ફરિયાદ પ્રક્રિયા અને મહિલાઓના અધિકારો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા કોર્ટના વકીલ તરુણભાઈ શર્માએ મહિલાઓને કાયદાકીય જાગૃતિ, મહિલા સુરક્ષા કાયદાઓ અને ન્યાય મેળવવાની પ્રક્રિયા અંગે સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી હેઠળ કાર્યરત DHEW ટી
Dohad, Dahod | Jun 12, 2026