માંડવી: માંડવીના શબીલ ચોકમાં ટ્રાન્સફોર્મર પાસે આગ, ફાયર બ્રિગેડે કાબૂ મેળવ્યો
Mandvi, Kutch | Jun 17, 2026 માંડવીના વોર્ડ નં. 5 સ્થિત શબીલ ચોકમાં વીજ ટ્રાન્સફોર્મર નીચે પડેલા સુકા કચરામાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ટ્રાન્સફોર્મરની આસપાસની બાવળની ઝાડીઓ બળી ગઈ હતી, જોકે કોઈ જાનહાનિ થઈ નહોતી. પી.જી.વી.સી.એલ. દ્વારા વીજ પુરવઠો બંધ કરી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યો હતો. સ્થાનિક નગરસેવકો અને યુવાનોએ પણ પાણી છંટકાવમાં સહયોગ આપ્યો હતો.