સાવરકુંડલા: રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ભવ્ય આતશબાજી સાથે દિવાળીની ઉજવણી
દિવાળીના પર્વે સાવરકુંડલાના રિદ્ધિ-સિદ્ધિ ચોક ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું. સાંસદ ભરતભાઈ સુતરીયા, કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ અને એસ.પી. પૂજાબેન યાદવની ઉપસ્થિતિમાં નગરજનોએ આતશબાજીનો આનંદ માણ્યો હતો.