માંડવી: જેજેસી લેડીઝ વિંગ માંડવી દ્વારા ઉનાળામાં છાસનું વિતરણ કરાયું
Mandvi, Kutch | May 8, 2026 માંડવી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહતરૂપ સેવા કાર્ય તરીકે જેજેસી લેડીઝ વિંગ માંડવી દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે છાસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દાતાશ્રી સપનાબેન મુલચંદભાઈ સંઘવી (મૂળ માંડવી, હાલ ઘાટકોપર) તેમજ સેજલ-હર્ષ પોપટાણીના હસ્તે અને ભારતીબેન સંઘવીના સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. ગૃપ પ્રમુખ શ્રીમતી શોભનાબેન પટવાના માર્ગદર્શન હેઠળ મસ્કા ચોકડી નજીક તેમજ માંડવી ગ્રામ્ય વિસ્તારમાં આશરે ૧૫૦ લિટર છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.