કુકરમુંડા: તાપીના કુકરમુંડામાં યાહા મોગી હોટલમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
તાપીના કુકરમુંડાના આંબેડકર ચોકમાં પોલીસે રેડ પાડીને યાહા મોગી હોટલના સંચાલક અશોકભાઈ બરડેને 14 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો છે. પોલીસે 705 રૂપિયાની કિંમતનો 1.260 લીટર દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.