ઘોઘંબા: ગોરાડા ગામે સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસનો દરોડો: લાખો રૂપિયાનો દારૂ જપ્ત, 3 આરોપી ઝડપાયા.
ઘોઘંબા તાલુકાના ગોરાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે દરોડો પાડી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને 3,760 બોટલ દારૂ મળી આવ્યો, જેની કિંમત અંદાજે રૂ. 9.48 લાખ છે. સાથે 3 વાહનો અને 4 મોબાઈલ મળી કુલ રૂ. 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત થયો. પોલીસે અજીત રાઠવા, અનિશ રાઠવા અને એક કિશોર સહિત 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય આરોપી સુરેશ રાઠવાનો સમાવેશ થાય છે. વધુ તપાસ ચાલુ છે.