માંડવી: મોઢવામાં રાત્રે બાઇક આડે નીલગાય આવી જતાં માર્ગ અકસ્માતમાં સગીર નો મોત
Mandvi, Kutch | Apr 5, 2026 માંડવી તાલુકાના મોઢવામાં રાત્રે બાઇક આડે નીલગાય આવી જતાં માર્ગના થાંભલામાં બાઇક અથડાતાં આ અકસ્માતનાં પગલે ગામના 15 વર્ષીય સગીર એવા ફરદીન કાસમ અબ્દુલ્લા લાખનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મોઢવામાં રહેતો ફરદીન બાઇક ચલાવી તેની પાછળ તેના મિત્ર ઇમરાનને બેસાડી રાત્રી ના મોઢવા ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો, ત્યારે માર્ગ આડે નીલગાય આવતાં અકસ્માત થતાં બાઇક સાઇડના થાંભલામાં અથડાઇ હતી.