સ્વચ્છતા અભિયાનના ધજાગરા: સંજેલી ગ્રામ પંચાયતના વહીવટ સામે ઉઠ્યા ગંભીર સવાલો!
સંજેલી ગ્રામીણ બેંકની સામે કચરાના ગંજ: સંજેલી ગ્રામીણ બેંકની આગળ છેલ્લા ૪ થી ૫ દિવસથી કચરાના ઢગલા પડેલા છે, છતાં તંત્ર દ્વારા કચરો હટાવવામાં આવ્યો નથી.
સ્વચ્છતા મિશન માત્ર કાગળ પર? 'સ્વચ્છ ભારત અભિયાન'ના દાવાઓ વચ્ચે સંજેલીમાં સફાઈ કામગીરીની પોલ ખુલી ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નિયમિત કચરાની ગાડી સામે સવાલ: ગામમાં નિયમિત કચરા કલેક્શન માટે ગાડીઓ આવે છે કે કેમ? અને જો આવે છે તો આટલા દિવસોથી કચરો કેમ નથી હટાવવામાં આવ્યો? તે મોટો પ્રશ્ન બન્યો છે.
બેંક ગ્રાહકો અને નાગરિકો મુશ્કેલીમાં: જાહેર સ્થળ અને બેંક જેવા મહત્ત્વના સ્થળ આગળ જ ગંદકીના સામ્રાજ્યથી આવતા-જતા ગ્રાહકો અને રાહદારીઓને ભારે અગવડતા પડી રહી છે.
ચૂંટણી ટાણે જાગશે તંત્ર? આગામી સમયમાં ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયત અને સરપંચની બેદરકારી સામે લોકોમાં ભારે ચ�
Dohad, Dahod | Nov 12, 2026