Public App Logo
વંદે માતરમના ૧૫૦ વર્ષ નિમિત્તે વાપીમાં ભવ્ય તિરંગાયાત્રા 🇮🇳 જિલ્લા વહીવટી તંત્ર, વલસાડ તથા વાપી મહાનગરપાલિકા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ આજે તા. ૧૩/૦૮/૨૦૨૬ના રોજ શ્યામજી કૃષ્ણ વર્મા ચોકથી શહીદ પ્રેમકુમાર પાટીલ ઉદ્યાન સુધી ભવ્ય તિરંગાયાત્રા યોજાઈ. ગુજરાત રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં વિવિધ સંસ્થાઓના આગેવાનો, NGO, શાળા-કોલેજોના ૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો. તિરંગાની શાન સાથે એકતા, રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમનો અદભૂત સંદેશ આપવામાં આવ્યો. 🇮🇳 #VandeMataram #TirangaYatra #Vapi #Valsad #Deshbhakti Ekta 150Years - Vapi News