છેલ્લા 1 વર્ષથી રાજકોટ જિલ્લા મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીના ગુન્હામા નાસતા ફરતા આરોપીને દાહોદ એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે ત્યારે આ કામગીરીમાં દાહોદ એલસીબી પોલીસ પણ જોતરાઈ હતી જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે આરોપીt રાજવીર ભરતભાઈ ઉર્ફે ભાચુભાઈ ભાભોર (રહે. આંબલી ખજુરીયા ગામ, મિનામા ફળીયુ, તા.ગરબાડા જી.દાહોદ) ને તેના આશ્રય સ્થાનેથી ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આરોપીએ તેના સાગરીતો સાથે મળીને મેટોડા GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમા ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. આ બાબતે મેટોડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ હતી. આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Aug 16, 2026