રાપર: ગાગોદરમાં ખનિજ માફિયાઓ બેફામ: ફરજ પરના સરકારી કર્મચારીઓ પર જીવલેણ હુમલો
Rapar, Kutch | Mar 29, 2026 ટીમ ગાગોદરની સીમમાં ખનિજચોરી અંગેની ફરિયાદના આધારે તપાસ કરવા પહોંચી હતી. ત્યાં ટીમને બે ખાલી ડમ્પર, એક ભરેલું ડમ્પર અને હિતાચી મશીન જોવા મળ્યું હતું. સરકારી ટીમને જોતા જ ડમ્પર ચાલકો વાહન લઈને ભાગી છૂટ્યા હતા.તપાસ દરમિયાન એક થાર ગાડી ત્યાં આવી પહોંચી હતી. તેમાંથી ઉતરેલા શખ્સોએ ટીમ સાથે ગાળાગાળી કરી રુકાવટ કરી હતી. ત્યારબાદ પર્વત કોળી, પાંચા કોળી અને રમેશ કોળી ધારિયું તેમજ લાકડી જેવા હથિયારો લઈને ધસી આવ્યા હતા.